Gandhinagar Municipal Corporation — Street Dogs

Address:Plot No 378, Saket Society, Behind Swaminarayan Temple, Sector 23, Gandhinagar

હું સેક્ટર-૨૩ ગાંધીનગર ખાતે રહુ છુ. ગઇ કાલે રાત્રે ૦૯-૩૦ આસપાસ સેકટર ખાતેના રોડ ઉપર હું અને મારી ૭ વર્ષની દિકરી ચાલતા હતા ત્યાં શનાયા ફલેટ ની આસપાસ વસવાટ કરતા ૪ થી વધુ જંગલી કૂતરાઓ એક સાથે અમારી ઉપર ધસી આવ્યા હતા. મારી દિકરી ખૂબ જ ગભરાઇ ગઇ અને રડવા લાગી. હવે તો ઘરની બહાર જતા પણ ડરે છે. આ વિસ્તારમાં અંદાજિત ૧૫ થી ૨૦ કૂતરાઓ વસવાટ કરે છે. આ તમામથી નાગરીકોને ડરીને ચાલવુ પડે છે. તેઓ બાળકો ઉપર હુમલો કરે છે. આ વિસ્તારમાં રોડની સાફસફાઇ કરતા બહેનને પણ થોડા સમય પહેલાં કૂતરાએ બચકૂ ભર્યૂ હતુ. કૂતરાની વાન આવે છે પરંતુ આજદિન સુધી કૂતરા અહીંથી ઘટવાને બદલે વધી જ જાય છે. તો મારી સત્તાધિશોને નમ્ર વિનંતી છે કે તેઓ આ બાબતે કંઇ કરે અને અમને આ ૧૫ થી ૨૦ જંગલી કુતરાના ત્રાસ થી છોડાવે. આ માટે કોઇ અન્ય જગ્યાએ ફરીયાદ કે અરજી કરવાની થતી હોય તો પણ મને જણાવવામાં આવે તો હું એ પ્રમાણે કાર્યવાહી કરીશ પરંતુ અમોને આ ૧૫ થી ૨૦ જંગલી કુતરાના ત્રાસ થી છોડાવવા વિનંતી છે.

જંગલી કુતરાના સ્થળ – શનાયા ફ્લેટ, અભિલાષા ફ્લેટ, સરકારી શાળા, મંત્રેશાય ફલેટ, સેક્ટર – ૨૩ ગાંધીનગર.

હેમરાજ બી. દેસાઇ, રહે. સ્વામીનારાયણ મંદિર પાછળ, સાકેત સોસાયટી, સેક્ટર – ૨૩, ગાંધીનગર. મો.૯૭૨૭૨૮૫૫૯૫
Was this information helpful?
No (0)
Yes (1)
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit

    Contact Information

    Plot No 378, Saket Society, Behind Swaminarayan Temple, Sector 23, Gandhinagar
    India
    File a Complaint