Address: | At:- Kavasan,po:-kherva,Ta & Di:- Mehsana, pin:-382711 |
સહ વિનય આપ અધિકારીશ્રીને જણાવવાનું કે કૃષ્ણનગર ડેપોથી સાંજે ૫:૩૦ કલાકે ઉપડતી બસ કૃષ્ણનગર મહેસાણા જે બેચરાજી ડેપો ની છે.
અવારનવાર આ બસ ના રૂટમાં ફેરફાર કરવામાં આવે છે જેના કારણે અમે લોકો હેરાન પરેશાન થઈએ છીએ.
કૃષ્ણનગર થી વાયા ગાંધીનગર મહેસાણા તેમજ ગાંધીનગર થી મહેસાણા જવા માટે આ છેલ્લી એક લોકલ બસ છે જેની આપ શ્રી એ નોંધ લેવી.
સદર બસનો સાંજે કૃષ્ણનગર થી ઉપડવાનો ટાઈમ 05:30 કલાકનો હતો જેને ફેરવદલ કરી સાંજે 6 કલાકે નો કરવામાં આવ્યો. જેના લીધે બસ નિયમિત ટાઈમ કરતા અડધો કલાક લેટ પહોંચાડે છે. તેથી અમને બધાને તકલીફ પડતી હતી જેની જાણ અમે ડેપો મેનેજર શ્રી અને મહેસાણા ડિવિઝનમાં કરેલી.
હવે આ બસ નો રૂટ કૃષ્ણનગર થી લંબાવીને જનસેવા કેન્દ્ર કરવામાં આવ્યો છે જેના કારણે બસ વધુ લેટ પડે છે અને અમે લોકો જે આ બસમાં રોજીંદી મુસાફરી કરીએ છીએ ઘરે પહોંચતા મોડું થઈ જાય છે.
સવારે 6:00 કલાકે ઘરેથી નીકળીએ છીએ અમદાવાદ નોકરી પર જવા માટે સાંજે કૃષ્ણનગર થી આ બસ પકડી ઘરે આવવાનું હોય છે વારંવાર આ બસ ના રૂટમાં ફેરબદલ તેમજ ટાઈમમાં પણ બદલાવ કરવામાં આવે છે જેથી અમને લોકોને તેમજ બીજા ઘણા બધા મુસાફરોને પરેશાની થાય છે.
સદર બસ નો ટાઈમ પહેલા મુજબ કૃષ્ણનગર થી સાંજે 5:30 વાગ્યાનો કરી આપવા આપ અધિકારીશ્રીઓને નમ્ર વિનંતી
Mehsana D.C -[protected]
Depot Manager Bechraji- [protected]
Mehsana D.T.O- [protected] Was this information helpful? |
Post your Comment