Gujarat State Road Transport Corporation [Gsrtc] — Harassment from bus driver

Address:ડેપો મેનેજર શ્રી ચાણસ્મા

હું એક ભારતીય નાગરિક છું
આ સંપૂર્ણ બનાવ તા 7/2/2023 નો હું કહી રહ્યો છું. હું ચાણસ્મા થી બેચરાજી વાયા મનિયરી આપડાઉન કરું છું જે બસ નંબર GJ18Z 4465 che jena કંડકટર હર્ષદભાઈ અને ડ્રાઈવર કનુભાઈ છે તેઓ પૈકી ડ્રાઇવર કનુભાઈ ખુબજ રફ બસ ચલાવે છે નથી ખાડા જોતા કે નથી બમ્પ જોતા અને કંડકટર ટકોર કરે તો તેઓ ની સાથે પણ લડવા બેસી જાય છે અને સ્થળ પર પહોંચવા માં મોડું થઈ જાય છે કનુભાઈ જ્યારે બસ ચલાવતા હોય ત્યારે એવું લાગે છે કે જીવ નું જોખમ લઈ ને બેઠા હોઈએ કોઈક વાર તો અકસ્માત થતાં થતાં પણ રહી જાય છે સુ કનુભાઈ ના આ રીત ના ડ્રાઇવિંગ માં મુસાફરો ને કઈ પણ અઘટિત બનાવ બની જાય તો મુસાફરો માટે જવાબદાર વ્યક્તિ કોણ?
સરકાર શ્રી દ્વારા બસ ની અંદર બોર્ડ લાગવા માં આવેલ છે બસ માં ધૂમ્રપાન કરવું નહિ સુ આ નિયમ ફક્ત મુસાફરો માટે જ છે ડ્રાઇવર માટે નઈ?
કનુભાઈ ડ્રાઇવર બસ ચલાવતી વખતે ખુબ j સ્મોકિંગ કરે એક્ટિવ સ્મોકિંગ કરતા પેસીવ સ્મોકિંગ ની અસર વધારે થાય સુ કનુભાઈ આ વાત થી વાકેફ નથી? અને જો વાકેફ હોય અને છતાં પણ સ્મોકિંગ કરતા હોય તો પ્રજા ના હિત સાથે ચેડાં નથી?
મે પોતે(મુસાફર) આજે કનુભાઈ ડ્રાઇવર બસ ચલાવતા હતા ત્યારે અકસ્માત થતાં થતાં રહી ગયો તો કીધું કનુભાઈ બસ શાંતિ થી ચલાવો તો મને પણ એવો જવાબ આપેલો કે તું બસ ચલાઇ લે હું તારી જગ્યા e બેસું તદુપરાંત મે કિધેલ કે સ્મોકિંગ પછી કરજો બસ માં શ્વાસ લેવા માં તકલીફ પડે છે તો મને એવો જવાબ આપ્યો કે સ્મોકિંગ તો ચાલુ જ રેશે તારા થી થાય એ કરી લે તું મને કેનારો કોણ અને ના બોલવા ની ગાળો બોલ્યા છે મને આમ કંડકટર નો કોઈ જ ગુનો નથી જો કંડકટર વચ્ચે પડે કે કઈ કે તો એમની સાથે લડવા આવી જાય છે
સુ મુસાફરી દરમિયાન મુસાફરો નું કોઈ માન સન્માન હોતું નથી?
આ ડ્રાઇવર ના વર્તન આપ ડેપો મેનેજર શ્રી ના ધ્યાને આવે અને આપશ્રી જનહિત માં કોઈ નિર્ણય લો તેવી મુસાફરો ને અપેક્ષા.

અપેક્ષા સહ
ભારતીય નાગરિક મુસાફર
+1 photos
Was this information helpful?
No (1)
Yes (3)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Feb 26, 2023
Updated by Vibs29
મહેસાણા ડિવિઝન
ડેપો મેનેજર સાહેબ શ્રી ચાણસ્મા
ઉપરોક્ત ફરિયાદ ધ્યાને લેવા વિનંતી
Mar 10, 2023
Updated by Vibs29
ડેપો મેનેજર સાહેબશ્રી
ચાણસ્મા
મહેસાણા ડિવિઝન
ઉપરોક્ત ફરિયાદ કરવા છતાં પણ આ ડ્રાઇવર પર કેમ કોઈ કાયદાકીય પગલાં લેવાતાં નથી.
ડ્રાઇવર ના વર્તણૂક માં કોઇજ ફેરફાર નથી, જો આપ સાહેબશ્રી દ્રારા કોઈ પગલાં ના લઈ સકતા હોય તો આ ફરિયાદ આગળ થશે જેની નોંધ લેવી, સતત ધૂમ્રપાન અને રફ ડ્રાઈવિંગ થી બધાજ મુસાફરો કંટાળી ગયા છે.
હવે ની આ ફરિયાદ પર કોઈ પગલાં નઈ લેવાય તો ડેપો મેનેજર અને ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ થશે તમારા ડિવિઝન માં.

Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4389
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information