Amts — Miss behavior for passanger

Address:2/404, DADHICHI APPARTMENT, OPP. NATIONAL HANDLOOM, NR. SHAHIBAUG,
Website:[email protected]

આજે સવારે 08:08 જયારે હું બસ માં બેસવા માટે શાહીબાગ બસ સ્ટેન્ડ પર ઉભી હતી. મારે લાલ દરવાજા જવું હતું. ત્યારે 85 નંબર ની બસ આવી જેનો વિહિકલ નંબર GJ1JT6415. બસ સ્ટેન્ડ પર ઊભા ઉભા મેં હાથ બતાવ્યો બસ ખાલી હોવા છત્તાં બસ ડ્રાઈવરે બસ ઉભી ના રાખી અને હું ચાલુ બસે બસ માં ચઢી ગયી. જેથી મારા પગ માં વાગ્યું પણ ખરી. મેં બસ ના કન્ડક્ટર ને કહ્યું કે બસ બસ સ્ટેન્ડ પર ઉભી તો રાખો. તો એ કઈ ના બોલ્યો. પછી મેં બસ માં બસ ના ગાડી નંબર ફોટો પડ્યો તો તરત જ ડ્રાઈવર અને કન્ડક્ટર બન્ને જણા મારી સાથે બહુ જ ખરાબ ભાષા માં વાત કરવા મંડ્યા કે તારે જેટલા ફોટા પાડવા હોય એટલા પાડી લે અમારું કશું જ થવાનું નથી. પછી જયારે મારુ સ્ટેન્ડ આવ્યું (દીનબાઈ ટાવર ) હું બસ માંથી ઉતરતી હતી ત્યારે પણ બસ ડ્રાઈવરે બહુ જ ગંદી ભાષા માં મારી સાથે વાત કરી અને મને ધમકી આપી કે હવે તું 85 નંબર માં બેસી ને બતાય. તું લાલ દરવાજા પહોંચી ને બતાય. તું અમને પગાર નથી આપતી. તો મારુ કેહવું એટલું જ છે. મારી સુરક્ષા નું શું? મારે રોજે આ સમયે આ બસ માં જવાનું હોય છે. આ બસ ડ્રાઈવર અને કન્ડક્ટર આટલું બોલ્યા તો શું એમની ઉપર કોઈ પણ એકશન નથી લેવાતા ? મને મારી સાથે આજે સવારે થયેલા આ ગેર વર્તન નો મને ન્યાય મળવો જોઈએ . તમે કોઈ એક્શન નહિ લો તો પછી મારે મહિલા પોલીસ માં ફરિયાદ કરવી પડશે કારણ કે મને ધમકી મળી છે.
Was this information helpful?
No (0)
Yes (1)
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit

    Contact Information

    2/404, DADHICHI APPARTMENT, OPP. NATIONAL HANDLOOM, NR. SHAHIBAUG,
    India
    File a Complaint