Address: | H-803, SENTOSA HEIGHTS NEAR UTRAN RAILWAY STATION VIP ROAD UTRAN-394105 |
૧. જય ભારત સાથે મારી લેખિત ફરિયાદ રજુ કરતા આપ શ્રી ને જણાવવાનું કે, મારૂ નામ વિપુલભાઈ માલવિયા છે.
હાલ હું મોટાવરાછા વિસ્તારમાં રહું છું અને છૂટક મજૂરી કામ કરી મારૂ ગુજરાન ચલાવું છું. હું મોટાવરાછા વિસ્તારમાં
નીચલી કોલોની ખાતે પ્લોટ નંબર-૮૧ માં હું છૂટક મટીરીયલમાં કલરકામ કરાવી મારૂ ગુજરાન ચલાવું છું.
મારી હકીકતની ફરિયાદ આપશ્રીને વિગતે જણાવું છું કે ઉપરોક્ત સરનામે હું મારો ધંધો રોજગાર ચલાવું છું અને મારો
ગ્રાહક નંબર-૪૧૨૭૦/૦૯૫૬૪/૧ છે. તારીખ-૧૪/૧૦/૨૦૨૧ ના રોજ સવારે ડી.જી.વી.સી.એલ માંથી આપની ટીમ
આવી હતી અને તેમણે અમારા મીટરમાં ચકાસણી કરી હતી.
૨. આ ચકાસણી દરમિયાન અમોને જણાવેલ કે આપના મીટરમાંથી જરૂર કરતાં વધારે વૉલ્ટેજ આપના દ્વારા ઉપયોગ
કરવામાં આવે છે આપને ૭.૦ K.W જેટલો પાવર આપવામાં આવે છે પરંતુ આપના દ્વારા ૨૫.૦૦ K.W જેટલો વીજ
વપરાશ કરવામાં આવે છે.જેથી આપને દંડ સાથે ની રકમ ભરવી પડશે એવું જણાવેલ છે.
૩. અમારા મીટરમાંથી જો ખરેખર વીજ વપરાશ આપના વૉલ્ટેજ કરતાં વધારે ઉપયોગ કરવામાં આવતો હોય તો આપના
દ્વારા પ્રતિ માસ આપવામાં આવતા બિલમાં જે યુનિટ ગણવામાં આવતા હોય છે અને જો ખરેખર આ રીતે અમારી જાણ
બહાર પાવર ઓવરલોડેડ થતો હોય તો કાયદાકીય નીતિનિયમો મુજબ આપના દ્વારા સૌ પ્રથમ ગ્રાહકને નોટિસ આપવાની
હોય છે ત્યારબાદ ગ્રાહક દ્વારા અરજી આપવાની કાર્યવાહી નીતિનિયમો મુજબ થતી હોય છે.પરંતુ આપના દ્વાર સીધો જ આ
પ્રકારે દંડ આપવો યોગ્ય નથી.
૪. જેથી અમોને ખોટી રીતે બિનઅધિકૃત વીજ વપરાશ ગણીને ગેરકાયદેસર રીતે જે દંડ આપવામાં આવેલ છે. જે દૂર કરી
અમોને લેખિત ખુલાસો નિયત સમયમર્યાદામાં આપવા આપશ્રીને જણાવવામાં છે. જો આપના દ્વારા નિયત સમય
મર્યાદામાં ફરિયાદનું નિવારણ લાવવામાં નહીં આવે તો અમો દ્વારા કોર્ટમાં કાયદેસર કાર્યવાહી કરવાની અરજ પડશે.
૫. આપના અધિકારીઓને ખાસ જણાવવાની જરૂર છે કે અન્ય કોઈ લોકોને ખોટી માહિતીઓ ન આપે. જો આવી જ રીતે
અધિકારીઓ દ્વારા લોકોને ગેરમાર્ગે દોરી ખોટી માહિતી આપી પોતાની સતાનો દૂરઉપયોગ કરતાં રહેશે તો પ્રજાને કઈ
રીતે ન્યાય મળશે અને પ્રજાના ટેક્ષના પૈસાનો વેડફાટ થતો રહેશે અને લોકોની પાયાની સમસ્યાઓનું નિવારણ કઈ રીતે
લાવી શકાશે.આવી રીતે લોકો સાથે છેતરપિંડી કરતાં અધિકારીઓ વિરૂદ્ધ યોગ્ય કાયદેસર કાર્યવાહી કરી તેમના વિરૂદ્ધ કડક
પગલાં લેવા જોઈએ.
૬. આ અરજી અનુસંધાને લીધેલા પગલાં અંગેની લેખિત જાણ દિન-૭ માં અમો અરજદારને કરશોજી.જો અમોને
આ અંગે દિન-૭ માં કોઈ પ્રકારનો જવાબ નહી મળે તો આપ પણ આવા અધિકારીઓની સાથે છો તેવું જણાશે.
૭. આપ શ્રી ના સફળ નેતૃત્વને જોતાં હું આશા રાખું છું કે આપ શ્રી દ્વારા અમારી આ રજૂઆત અંતર્ગત ઝડપી અને યોગ્ય
પગલાં લેશો.
Was this information helpful?
Post your Comment