અ. અલ્પેશભાઈ હરેશભાઈ કંડોળીયા
રહે. ખોડીયાર નગર ૨ ગઢડા સ્વામીના
તા-ગઢડા. જી-બોટાદ. ૩૬૪૭૫૦
મો-૯૯૯૮૬૦૩૦૯૯
મહોદય સાહેબ શ્રી
બેન્ક એકાઉન્ટ ખોલવાની મનાઈ કરવા બાબત..
જય ભારત સવિનય સહ આપ સાહેબ શ્રી ને જણાવવાનું કે. હું બોટાદ જિલ્લાના ગઢડા શહેર ખાતે રહું છું મારું બાળક કુંજ અલ્પેશભાઈ કંડોળીયા જે સરસ્વતી વિનય વિદ્યામંદિર સ્કૂલ ગઢડા ખાતે ૧ ધોરણમાં અભ્યાસ કરે છે જેનું વિદ્યાર્થી એકાઉન્ટ ખોલાવવા માટે હું બેંક ઓફ ઇન્ડિયા ગઢડા શાખા પર ગયેલો તો ત્યાંના સ્ટાફ અને બેંક મેનેજર દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમારા બાળકનું ખાતું અહીં નહીં ખુલે તમારે એસબીઆઇ બેન્કમાં ખોલાવવાનું રહેશે.મેં પૂછ્યું કે કેમ નહીં ખુલે તેનું કારણ જણાવો તો કહ્યું કે સ્કૂલ વાઈસ બધી બેંકો વહેંચેલી છે..એટલે તમારા બાળકનું ખાતું આ બેંકમાં નહીં ખુલે તેવું કહીને રવાના કરી દેવામાં આવે છે.હું ભારતનો નાગરિક હોવાને નાતે મને બંધારણીય અધિકાર છે કે હું મને સારી લાગે તે બેંકમાં મારા બાળકનો એકાઉન્ટ ખોલી શકુ. તો મારા બાળકની શિષ્યવૃતિ અને ભણતર બંને અટકે નહી તે સંદર્ભમાં આપ સાહેબ શ્રી ઉક્ત સ્ટાફ અને બેંક મેનેજર ઉપર તાત્કાલિક કાર્યવાહી કરી મારા બાળકનું વહેલી તકે બેંક એકાઉન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા ગઢડા શાખામાં ખોલાવી આપવા વિનંતી... જય હિન્દ. Was this information helpful? |
Post your Comment