ડેપો મેનેજર સાહેબશ્રી
સુરત થી બારડોલી તરફ જતી સાંજના સમય ની બધી સુરત ઝોન ની બસો માં મુસાફરો સાથે પક્ષપાત થાઈ રહ્યો છે.
મુખ્ય મુદ્દો એ છે કે મુસાફરો પાસેથી બસ નું ભાડું ૪૬ રૂપિયા એક્સપ્રેસ અને ૫૧ રૂપિયા ગુર્જર નગરી માટે લેવામાં આવે છે અને સુવિધા ૩૦ રૂપિયા ના ભાડા વળી લોકલ બસ ની આપવામાં આવે છે.
સાંજના સમય માં સુરત થી બારડોલી તરફ જવા માટે પર્વત પાટિયા અને પુના પાટિયા પુલ ઉપર થી જવાની જગ્યા એ એક્સપ્રેસ બસો પર્વત પાટિયા અને પુના પાટિયા નીચે થી જાય છે જેથી ન્યુનતમ ૩૦ મિનિટ થી ૪૦ મિનિટ નો સમય વેડફાય જાય છે, અને ખાસ નોંધ તો એ લેવી કે એક્સપ્રેસ અને ગુર્જર નગરી બસો જયારે પણ પર્વત પાટિયા અને પુના પાટિયા પુલ નીચેથી જાય છે ત્યારે કોઈ પણ મુસાફર બસ માં દાખલ થતું નથી કારણ કે આ બંને જગ્યા ઉપર લોકલ બસ ના પાસ ધારકો ઉભા રહે છે, એટલે એ મુસાફરો માટે એક્સપ્રેસ અને ગુર્જરનગરી બસ વ્યર્થ હોય છે.
કૃપા કરીને સુરત થી બારડોલી જતી વખતે એક્સપ્રેસ અને ગુર્જરનગરી બસો ને જુના રૂટે એટલે કે સહારા દરવાજા, પર્વત પાટિયા અને પુના પાટિયા તમામ પુલ પરથી ફરીથી જવાની પરવાનગી આપવા વિનંતી, જેથી કરીને બસ ભાડું ગોટાળો કાંડ થતા અટકાવી શકાય.
બસ ભાડા ગોટાળા કાંડ ની આશરે ગણતરી નીચે મુજબ થવા પાત્ર છે:
એક્સપ્રેસ બસ ભાડું મુજબ:
૧ મુસાફર દીઠ ૪૬ - ૩૦ = ૧૬ રૂપિયા નો ગોટાળો (એક્સપ્રેસ ભાડું લોકલ બસ સુવિધા)
ન્યુનતમ ૫૦ મુસાફરો મુજબ ૫૦ * ૧૬ = ૮૦૦ રૂપિયા
ન્યુનતમ ૫ બસો મુજબ ૫ * ૮૦૦ = ૪૦૦૦ રૂપિયા નો ગોટાળો
ગુર્જરનગરી બસ ભાડું મુજબ:
૧ મુસાફર દીઠ ૫૧ - ૩૦ = ૨૧ રૂપિયા નો ગોટાળો (ગુર્જરનગરી ભાડું લોકલ બસ સુવિધા)
ન્યુનતમ ૫૦ મુસાફરો મુજબ ૫૦ * ૨૧ = ૧૦૫૦ રૂપિયા
ન્યુનતમ ૫ બસો મુજબ ૫ * ૧૦૫૦ = ૫૨૫૦ રૂપિયા નો ગોટાળો
કુલ ૪૦૦૦ + ૫૨૫૦ = ૯૨૫૦ રૂપિયા નો એક દિવસ નો ભાડું ગોટાળો
૧ મહિના માં ૯૨૫૦ * ૩૦ = ૨૭૭૫૦૦ રૂપિયા નું બસ ભાડું ગોટાળો
તો ઉપરોક્ત જણાવ્યા મુજબ આશરે અંકે બે લાખ પંચોતેર હાજર કરતા વધારે રૂપિયા નો બસ ભાડું ગોટાળો જેને ભ્રસ્ટાચાર પણ કહી શકાય.
નોંધ : ઉપરોક્ત ગણતરી માં લાક્ષરી બસ ની ગણતરી કરી નથી કારણકે ફક્ત બારડોલી ડેપો ની જ લાક્ષરી બસો પુલ નીચે થી જાય છે.
અમે સુરત ડેપો માં ફરિયાદ કરવા ગયા ત્યારે અમને જાણવાં માં આવ્યું કે ઉપર બેથેલા અધિકારી લોકો એ નવા પરિપત્ર માં બસ ને પર્વત પાટિયા અને પુના પાટિયા નીચેથી જવાનો આદેશ આપ્યું છે. જો આદેશ આપવું હોય તો મુસાફરો સાથે પક્ષપાત કેમ કરો છો? કેમ કે અમુક બસો તો તેમના જુના રૂટ મુજબ જ બંને પુલ ઉપર થી જ જાય છે, ઉપર થી જતી બસ ની વિગતો નીચે આપેલ છે:
અમદાવાદ થી ઉકાઈ ગુર્જરનગરી
સુરત થી સોનગઢ એક્સપ્રેસ
વડોદરા થી સોનગઢ એક્સપ્રેસ
આનંદ થી વાંસદા એક્સપ્રેસ
સુરત થી વાંસદા ગુર્જરનગરી
સુરત થી માંડવી એક્સપ્રેસ
બાલાસિનોર થી વ્યારા એક્સપ્રેસ
પાટણ થી વ્યારા એક્સપ્રેસ
ઉપરોક્ત જણાવેલ બધી બસો માટે પણ એક સમાન પરિપત્ર જાહેર કરો ક્યાં તો ભાડું ગોટાળો ભ્રસ્ટાચાર બંધ કરવા નમ્ર વિનંતી.
અમે આશા રાખીયે છીએ કે અમારી ફરિયાદ નું અહીં નિરાકરણ આવી જશે જેથી અમારે Gujarat Anti-corruption Bureau માં ફરિયાદ નાઈ મોકલવી પડે.
અપેક્ષા સહ
મુસાફર
Was this information helpful?
Post your Comment