પ્રતિ શ્રી સાહેબ,
G S R T C
જય ભારત સાથે આપ શ્રી સાહેબ ને જણાવવાનું કે તારીખ 01/05/2023 સોમવાર ના રોજ સવારે કપડવંજ ડેપો ની બસ કપડવંજ - દુધરેજધામ સવારે 7.30 વાગ્યે બસ ખાલી હોવા છતાં રામ તલાવડી ઊભી રાખેલ નહોતી, અને ફરજ ઉપરના ડ્રાયવર એ હાથ કરતા અમારી ઉપર આવી કટ મારીને બસ ફાસ્ટ હંકારી મુકેલ હતી વધુ માં આપ શ્રી સાહેબ ને જણાવવાનું કે રામ તલવાડી થી અમો અપ ડાઉન કરતા ઘણા મુસાફરો દરરોજ હેરાન થઈએ છીએ.
અત્યાર સુધી કપડવંજ -દુધરેજધામ લોકલ બસ હતી પણ જ્યાર થી એક્સપ્રેસ કરવામાં આવી છે ત્યાર થી ફરજ પરના ડ્રાઈવરે નડીઆદ માં રામ તલાવડી કાયદેસર નું એક્સપ્રેસ અને લોકલ બસ નું સ્ટેન્ડ હોવા છતાં એમની મરજી મુજબ ક્યારેક ઊભી રાખે છે અને ક્યારેક નથી ઊભી રાખતા જેની આપ શ્રી સાહેબ ને જાણ થાય. જેથી યોગ્ય કાર્યવાહી કરવા અને ન્યાય આપવા આપ શ્રી સાહેબ ને નમ્ર અપીલ છે. Was this information helpful? |
Post your Comment