Gujarat State Road Transport Corporation [GSRTC] — Hotel par khada jamana malava babat

Address:To-jasdan depo

પ્રતિ શ્રી
ડેપો મેનેજર
જસદણ

સવિનય સાથે જણાવવાનું કે હું દિલીપભાઈ ગોહિલ આજ રોજ આપશ્રીના ડેપોની બસ નંબર 5053 સુરત જસદણ માં નડિયાદ થી જસદણ મારી ફેમેલી સાથે મુસાફરી કરી રહ્યો હતો ત્યારે આપના ડેપોની બસ બગોદરા અને ધંધુકા વચ્ચે ફેદરા બંસરી હોટલ પર જમવા માટે હોલ્ટ કરેલ તેથી હું અહી જમવા માટે ગયેલ અને જમવાનું મંગાવેલ.જમવાનું ચાલુ કરતા મને શાકમાં વાશ આવતી હોય તેવું લાગતા મેં વેટર ને બોલાવેલ અને તેને વાત કરી તો તેણે જવાબ આપેલ કે કઈ વાશ આવતી નથી તો મેં મારી બાજુમાં બેસેલ બીજા મુસાફર ને તપાસ કરવા કહેલ તો તેને પણ વાશ આવી તો મેં વેઈટર ને કહ્યું કે આ શાક વાસી(બગડી ગયેલ) છે બીજું શાક હોય તો લઇ આવ.તો તેણે કહેલ કે બીજું નથી ફાવે તો ખાવ ન ફાવે તો રહેવા દો ! હું મારા શરીરની તંદુરતીનો વિચાર કરી જમવાનું અધવચ્ચે મૂકી ઉભો થઇ ગયો.મેં આ વાત બીજા મુસાફરો ને જણાવી તો તેવો એ પણ મારા જેવાજ અનુભવો જવાવ્યા કે ચા ઠરી ગયેલી આવી, શેરડીના રસમાં પાણીજ હતું વગેરે વગેરે.. આથી આ વાત ગંભીર લાગતા મેં બસના કંડકટર તથા પાઇલોટ ને જાણ કરી તો તેનો જવાબ સાંભળીને તો મને નવાઈ લાગી
તેવો એ વાત કરતા કહ્યું કે અહીં ટેન્ડર છે અમને ડેપો માંથી અહીં જમવાનો હોલ્ટ કરવાનું જણાવેલ છે અમે અહીં દરરોજ હોલ્ટ કરીએ છીએ જો તમને સાચું કહું તો અમને પણ અહીં જમવાનું નથી ફાવતું.અમે ઘણા સમયથી અહીં જમતા નથી શેઠ ને આ બાબતે જાણ કરી તો તે કહે છે કે અહીં જમવાનું ટેન્ડર છે માટે ફાવે તો જમો અને ન ફાવે તો ઘરેથી લઈ આવો.ટેન્ડરમાં બીજું કંઈ ન મળે.તેથી અમે કાતો ઘરેથી સામેની બસમાં ટિફિન મંગાવી લઈએ છીએ અથવા તો ભૂખ્યા રહી ઘરે જઈ જમીએ છીએ.અમારે તો આ દરરોજનું થયું.ટેન્ડર હોવાથી અમે કોઈને કહી શકતા નથી.
માનનીય ડેપો મેનેજર સાહેબ હું એક શિક્ષિત અને જાગૃત મુસાફર હોવાને કારણે આ બાબત થી આપશ્રી ને અવગત કરાવું છું.બીજા મુસાફરો તો આપણે ક્યાં અહીં દરરોજ આવવું છે એમ વિચારી જતું કરતા હશે પણ મારી નજરે આ એક ગંભીર બાબત કહી શકાય કે સરકારી ટેન્ડર હોવા છતાં અને પુરા પૈસા આપવા છતાં મુસાફર પોતાનું હક નું ખાઈ કે મેળવી શકતો નથી.તો આપશ્રી આ બાબતની સત્વરે નોંધ લઈ ઘટતું કરશોજી.

લી
આપનો એક જાગૃત મુસાફર
Was this information helpful?
No (0)
Yes (1)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4391
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information