Address: 61, VANDEMATARAM BUNGLOW, OPP.GOPI RESTORANT,KALIKUND MANDIR,DHOLKA |
માનનીય મહોદયશ્રી,
અમારા દ્વારા ગુ.રા.મા.વા.નિગમ ના સક્ષમ અધિકારી ને ધોલકા-અમદાવાદ-ધોલકા વાયા.સરોડા બસ ચંડોળા ડેપો દ્વારા વારંવાર કોઇપણ જાતની પૂર્વ રચના વગર રદ કરી દેવા અંગે રજૂઆત કરવામાં આવેલ હતી. ગુ.રા.મા.વા.નિગમ ના સક્ષમ અધિકારીઓ દ્વારા થતી મનસ્વી અને ઉધ્ધીતાઇ અંગે મુખ્યમંત્રીશ્રી ના કાર્યાલય ને ફરીયાદ કરવામાં આવેલ હતી.
મુખ્યમંત્રીશ્રી ના કાર્યાલયતરફથીગુ.રા.મા.વા.નિગમ ના સક્ષમ અધિકારી ને અમારી ફરીયાદ ના સંદર્ભ માં યોગ્ય કાર્યવાહી કરી, કરાવેલ કાર્યવાહી અંગે જરુરી ધ્યાન આપવામાં આવેલ હતુ. ત્યારબાદ તા-15/11/2022 નાં પત્ર મુજબમુખ્ય પરિવહન અને વાણીજ્ય વ્યવસ્થાપક ઉપરોક્ત સંદર્ભ-4 મુજબ એસ.ટી.બસ નું નિયમિત સંચાલન કરવા સૂચના આપવામાં આવેલ હતી.
આદરણીયસાહેબ આપશ્રી, અમો આ આવેદન થી આપશ્રી નું ધ્યાન એ હકીકત તરફ આકર્ષીત કરીએ છીએ કે રાજય ના લોકશાહી રીતે ચૂંટાયેલ સર્વોચ્ચ પદાધીકારીઓ ને આ રુટ ની બસ નું નિયમિત બસ નું સંચલન કરવામાં લેખિત ખાત્રી આપ્યા બાદ પણ આજ દિન સુધી આ ખાત્રી નું પાલન કરવામાં આવેલ નથી તેમજ અમદાવાદ ડેપો ના અધિકારીઓ દ્વારા આજ દિન સુધી પણ પ્રકાર ની પૂર્વરચના વગર મનસ્વી રીતે ગમે ત્યારે બસ ટ્રીપ રદ કરી દેવા માં આવે છે.
જો ગુ.રા.મા.વા.નિગમ ના સક્ષમ અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રી ના કાર્યાલયતરફથી આપવામાં આવેલ વિશ્વાસ પૂર્વક ની ખાત્રી નું પાલન કરવાની અનિચ્છા હોય તો સામાન્ય જનતા ની પરેશાનીઓ નજર અંદાજ થવાની જ છે.
અમારા દ્વારા ગીતામંદિર એસ.ટી ડેપો ખાતે આ બાબતે રજૂઆત કરવામાં આવે છે તો રનીંગ સ્ટાફ ની અછત હોવાથી આમજ (ધોલકા-અમદાવાદ-ધોલકા વાયા.સરોડા) બસનું સંચાલન થશે તેઓ મનસ્વી અને ઉધ્ધીતી ભર્યો જવાબ અધિકારીઓ દ્નારા આપવામાં આવે છે.
જયારે દેશ ના પ્રધાનમંત્રી દ્વારા “ સૌનો સાથ સૌનો વિકાસ “સૂત્ર નું આહવાન કરવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા ડબલ એન્જીન સરકારનો દાવો કરવામાં આવે છે. જયારે ગુજરાત એસ.ટી નિગમ એજ એન્જીન વાળી બસ ને દોડાવવા માં નિષ્ફળ ગઇ. ગુજરાત સરકાર ની સામાન્ય જનતા સામે ઉત્પન્ન થયેલ પ્રતિષ્ઠા ને કલંક લગાડે છે.
અમો આશા રાખીએ છીએ કે આપશ્રી ગુ.રા.મા.વા.નિગમ ના સક્ષમ અધિકારી ને આવશ્યક કાર્યવાહી કરવા યોગ્ય આદેશ આપશો.
શીધ્ર આવશ્યક કાર્યવાહી ની અપેક્ષા સહ, જય હિંદ!!! Was this information helpful? |
Post your Comment