Gujarat State Road Transport Corporation [GSRTC] — Miss behavior By GSRTC Bus Driver with passenger

Address:જામજોધપુર ડેપો - તાલુકો - જામજોધપુર જિ. - જામનગર

મારું નામ દિગ્વિજયસિંહ એમ. ગોહિલ છે. હું આજે તારીખ ૧૬/૦૧/૨૦૨૩ સોમવારના રોજ ભાવનગર થી સરધાર આવવા માટે ભાવનગર જમજોધપુર બસમાં પ્રેસ કવોટર પિક અપ પોઇન્ટ થી બસમાં મારા પરિવાર સાથે ચડ્યો ત્યારે ડ્રાઈવરે મારી સાથે અસભ્યતા ભર્યું વર્તન કરેલ છે.
મારી ઉંમર ૬૭ વર્ષની છે. મારે પગ માં પ્લેટ આવેલી છે.. પગ નું ઓપરેશન કર્યા બાદ હું ખૂબ ઓછી મુસાફરી કરું છું. બસ માં ચડતાની સાથે જ મને ડ્રાઈવરે એવું કહ્યું કે, "ટિકિટ બુક હોય તો જ ચડજો નહિતર પાછળ બીજી બસ આવે છે". બસ માં કોઈ એવો નિયમ છે કે ટિકિટ બુક હોય તો જ મુસાફરી કરી શકાય ? જો કે, મે તો મારી અને મારા પરિવાર ની ટીકીટ બુક કરેલી જ હતી. હું લાકડી ના ટેકે ચાલુ છું. બધા મુસાફરો પોત પોતાની જગ્યા એ બેસી જાય પછી હું મારા નંબર ની સીટ પર બેસી જઈશ એવું વિચારી થોડી વાર હું કંડકટર ની સીટ પર બેઠો જેથી કોઈ ને નડું નહિ અને અને બસ માં બ્રેક લાગી હોય તો હું પડું નહિ. પરંતુ મને એ શીટ પર થી ઉભા થવા કીધું. હું ત્યાં થી ઉભો થઇ ગયો. તેમ છતાં મારી સાથે ગેરવર્તન કરવાનું ચાલુ રાખ્યું. મારા પુત્રની ઉંમરનો હોવા છતાં મને ટુકારો આપી ને વાત કરી . તેમજ "જેને ફરિયાદ કરવી હોય એને કરી દે જે મને કઈ ફેર નથી પડતો" એવું કહ્યું. ત્યાર બાદ મે કંડકટર પાસે ફરિયાદ બૂક માંગી તો કંડક્ટરે મારી પાસે ફરિયાદ બુક સાથે નથી. એવો જવાબ આપેલ છે. J થોડી વાર માં જ બીજા ૨ ૩ વ્યક્તિઓ સાથે પણ એવું અસભ્ય વર્તન કર્યું અને જેને ફરિયાદ કરવી હોય એને કરી દેવાની એવું કહ્યું . જો કે લેડી કંડકટર બહેને ૨ ૩ વખત ડ્રાઈવર ને એવું કીધું કે હવે તમે શાંતિ રાખો તેમ છતાં ડ્રાઈવરે બોલવાનું ચાલુ રાખ્યું હત. હું ઓનલાઇન માધ્યમ થી આપને આ બસના ડ્રાઈવર વિરોધ ફરિયાદ કરું છું. આ ફરિયાદ ને ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે આ ડ્રાઈવર પર વર્તણૂક ના નિયમોને આધીન પગલાં લેવામાં આવે એવી મારી વિનંતી છે.
મારી ટિકિટની વિગત :
PRN No. - G[protected]
Bus No. - Gj-18- Z- 6940
Seat No. - 22, 23, 24
Service Class - Gurjar Nagari.
મારી વિગત :
નામ : દિગ્વિજયસિંહ એમ. ગોહિલ
સરનામું : મુ. સરધાર
પોલીસ ચોકી સામે, સ્વામિનારાયણ મંદિર શેરી,
તા. જિ. રાજકોટ પીન. - ૩૬૦૦૨૫
મો. [protected]
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4391
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information