Gujarat State Road Transport Corporation [Gsrtc] — Rough Driving By GSRTC Bus Driver In City Area And Rough Behavior

ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં આપ સાહેબશ્રી ને જણાવવાનું કે આજ રોજ તા - ૦૬.૦૮.૨૦૨૧, સમય સવારે ૧૧.૩૦ થી ૧૧.૪૫ ની વચ્ચે સરકારી એસ.ટી. બસ નંબર GJ18Z6959 બગસરા- અમદાવાદના ડ્રાઈવર દ્વારા અમદાવાદ શહેરમાં ટાગોર હોલ પાલડી થી ગીતામંદિર બસ સ્ટેન્ડ સુધીના ભરપુર ટ્રાફિકમાં બેફામ ગાડી ચલાવતા હતા જેના કારણે રસ્તામાં ઘણા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. એ દરમ્યાન મેં પણ પાછળ આવતી આ એસ.ટી. બસ ને મારી કારની બારીમાંથી હાથ બતાવી ડ્રાઈવરને થોડીવાર રોકાવવા ઈશારો કર્યો છતાં ડ્રાઈવર દ્વારા રોન્ગ સાઈડમાંથી ઓવરટેક કરવાની કોશિશ કરી હતી. આ દરમ્યાન મેં ડ્રાઈવરને ગાડીમાંથી બૂમ મારીને રોકવાનો પ્રયાસ કર્યો છતાં ડ્રાઈવર દ્વારા બસને રોકી ન હતી. અન્ય આ બસની સ્પીડ ૪૦ કિમી/કલાકની સ્પીડ કરતા પણ વધારે હતી જે હેવી વાહનો માટેની સ્પીડના નિયમ કરતા પણ વધારે હતી. જેના કારણે મારી કારનું અકસ્માત થતા રહી ગયું. જેના કારણે મારે ડ્રાઈવરને એસ.ટી બસને અમદાવાદ એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે રોકવાની ફરજ પડી હતી. આ અન્વયે ડ્રાઈવરને પૂછતા ખુબજ ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપતા કહ્યું કે "આ અમારે ૩૬૫ દિવસનું કામ છે, અમારાથી કોઈ અકસ્માત નાં થાય, અમારે સમયસર પહોચવાનું હોય છે, તમે નવરા છો તો અમને પણ નવરા સમજો છો??, તમારી ગાડીને નુકશાન તો નથી થયું ને???, જેને ફરિયાદ કરવી હોય કરી દો" વગેરે જેવા વાક્યો બોલવા માંડ્યા તથા મને ડ્રાઈવર દ્વારા મને ધમકી આપવા માંડ્યા કે તમે મને રોકયો છે તો હું તમારી ફરિયાદ પોલીસમાં કરી દઈશ એમ કહીને મારી ગાડીના ફોટા લેવા માંડ્યા. જેથી આપશ્રી સાહેબને મારી નમ્ર વિનંતી છે કે અમદાવાદ શહેરમાં ટાગોર હોલ, પાલડી થી ગીતામંદિર બસ સ્ટેન્ડ સુધીના સીસીટીવીના ફૂટેજ ચેક કરીને સદર બાબતે યોગ્ય ન્યાય કરવા વિનંતી.
+4 photos
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4390
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information