Gujarat State Road Transport Corporation [Gsrtc] — Rude behaviour of bus driver cum conductor

શ્રીમાન,
અમો ફરિયાદ કરનાર તારીખ:26/02/2021 ના રોજ સાંજે 6.15 કલાકે અમદાવાદ ગીતા મંદિર ખાતે સ્થિત સેન્ટ્રલ બસ ડેપો ખાતેથી અમદાવાદ આણંદ બોરસદ બસ માં મુસાફરી હેતુ બસમાં પ્રવેશ કરેલ. જેમાં પ્રવેશ વખતે બસના ડ્રાઈવર દ્વારા બસમાં જગ્યા ના હોઈ ઉભા ઉભા પ્રવાસ કરવો પડશે તેમ જણાવી બસમાં ન આવવા જણાવેલ અમોએ જગ્યા ન હોય તો ઉભા રહીશું તેમ કહી પ્રવેશ મેળવેલ બસમાં પ્રવેશ કર્યા બાદ બસ ઉપડ્યા બાદ ડ્રાઈવર સીટની પાછળ ની 2જી લાઈનમાં સીટો ખાલી હોવાનું ધ્યાને આવેલ સદર બાબતે સીટ ઉપર બેસવાનો પ્રયત્ન કરતા બસના ડ્રાઈવર કમ કંડક્ટર દ્વારા તેઓના સંબંધી દૈનિક અપડાઉન કરતા કોઈ વ્યક્તિ આગળના સ્ટેશન સી.ટી.એમ. ચોકડી એક્ષપ્રેસ હાઇવે ખાતેથી બેસવાના હોવાથી તે સીટ ઉપર ન બેસવું ખાલી રાખવુ તેમ જણાવેલ. સદર બાબતે ખાલી રાખવામાં આવેલ સીટ સિઝર્વશન કરાવેલ છે તેમ ડ્રાઈવર કમ કંટક્ટર ને પૂછતાં રોજના પેસેન્જર આવવાના છે ખાલી રાખવી બેસવું નહીં તેમ તેઓએ જણાવેલ.

ઉપરોક્ત બાબતે આથી અમો તારીખ:26/02/2021 ના રોજ સાંજે 6.15 કલાકે અમદાવાદ ગીતા મંદિર ખાતે સ્થિત સેન્ટ્રલ બસ ડેપો ખાતેથી અમદાવાદ આણંદ બોરસદ ની ઉપડેલ બસના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવવા માંગીએ છીએ કે તેઓ GSRTC ના નીતિ નિયમ વિરુદ્ધ તેઓના જાણીતા ઓળખીતા વ્યક્તિઓ માટે સિઝર્વેશન ન હોવા છતાં બસની સીટો ખાલી રખાવી અન્ય કોઈ મુસાફર ને સીટ માં બેસતા રોકી રહેલ છે તથા વહાલા દવાલા ની નીતિ રાખી માલતીયાઓ માટે બસની સીટો ખાલી રાખી સીટોનો વેપાર કરી રહેલ છે. બસ ડ્રાઈવર ના આવા વલણ ને કારણે ગીતા મંદિર ખાતેથી બેસતા મુસાફરો ને ટીકીટ લેવા છતાં સીટ ઉપલબ્ધ થતી નથી જ્યારે મળતીયાઓને આગળના સ્ટેશનથી પણ ડ્રાઈવરની મિલીભગત થી સીટ ઉપલબ્ધ થઈ રહેલ છે.

GSRTC એ સરકારનું સાહસ છે તેમ છતાં નિગમના આવા કર્મચારીઓના કારણે મુસાફરો ની નિગમ પ્રત્યેની વિશ્વસનીયતા ઓછી થતી જાય છે. આવા કર્મચારીઓ દ્વારા ભેદભાવની નીતિ છોડી ન્યાયિક રીતે તમામ મુસાફરો ને નીતિ નિયમનું પાલન કરી સેવા પ્રદાન કરવામાં આવે તે ઈચ્છનીય છે. સદર બસના ડ્રાઈવર દ્વારા દરરોજ આ પ્રકારનું વલણ રાખવામાં આવી રહેલ હોઈ સદર કર્મચારી સામે શિક્ષાત્મક પગલાં ભરી દાખલો બેસાડવા વિનંતી છે.
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4390
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information