અમારા ફ્લેટમાં એટલે કે ચૈતન્ય ફ્લેટ, રેવા પાર્ક પાસે, વાઘોડિયા રોડ, વડોદરા માં છેલ્લા ૭ થી ૧૦ દિવસ થી પાવર સપ્લાય માં મુશ્કેલી છે. આને લીધે ઘરના કેટલાક વીજ સાધનો ને નુકશાન થયેલ છે. તેના માટે ફ્લેટ નાં દરેક સભ્યોએ કમ્પ્લેન કરેલ છે, અને અમે લખાણ માં તારીખ ૨૩-૧૦-૨૦૨૦ નાં રોજ પણ કમ્પ્લેન આપેલ છે . જયારે પણ તમારાં અધિકારી આ બાબત માટે આવે છે ત્યારે જેમતેમ સામાન્ય કામગીરી કરી અને જતા રહે છે, અને કહે છે કે આનાં માટે અમે બીજીવાર આવીશું. ઘણીવાર બસબાર માં તિખારા અને ધુમાડા પણ થાય છે, તો પણ આ પ્રોબ્લેમ જેમનો તેમજ રહે છે. લાગે છે કે અધિકારીઓ ને બરાબર કામ કરવામાં રસ નથી. આ બધીજ બાબત તમારાં અધિકારી ને તારીખ ૦૫-૦૭-૨૦૨૧ નાં રોજ જણાવેલ છે. પણ તેઓ જેમતેમ સલાહ આપી અને અમને સંતોષ આપે છે. આપ શ્રી મોટા સાહેબ ને વિનંતી કે આ બાબતે તમે જાતે ધ્યાન આપી અને નિરાકણ લાવવા વિનંતી. Was this information helpful? |
Post your Comment