Swachh Bharat Abhiyan... — about garbage

Address:Bhavnagar, Gujarat, 364270

તા.07/02/2019
શેત્રુંજય પર્વત પર બિરાજમાન આદિનાથ ભગવાનની પવિત્ર ભૂમિ એટલે જૈનોનું તીર્થધામ પાલિતાણા.
પાલિતાણામાં દરરોજ હજારોંની સંખ્યામાં જૈન યાત્રિકો ભગવાન આદિનાથના દર્શનાર્થે આવે છે, તો આવા પવિત્ર યાત્રાધામમાં શિક્ષા, સેવા અને સાધનાના ત્રિવેણી સંગમ રૂપે સેવા કાર્ય કરતી સંસ્થા “તીર્થંકર મહાવીર વિદ્યા મંદિર - વીરાયતન” જે હાલમાં તળાજા રોડ, વડલી પાસે બે વર્ષથી પાલિતાણામાં કાર્યરત અમારી શાળાથી બહુ જ નજીક પાલિતાણા તરફ એક કિલોમીટરના અંતરે આવતા મોટા કચરાના ઢગલા જોવા મળે છે. આ કચરામાંથી નીકળતા ઝેરી વાયુઓ હવામાં ભળીને અમારી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંચાલકોના સ્વાસ્થ્યને ઇનફેકશન પહોંચાડે છે.
“સ્વચ્છ ભારત અભિયાન” અંતર્ગત પાલિતાણા યાત્રાધામમાં સ્વચ્છતા જળવાય રહે, તે હેતુથી આ કચરાનો યોગ્ય નિકાલ થાય તે માટે અમારી શાળાના શિક્ષકો અને વાલીશ્રીઓ તરફથી વિનંતી કરીએ છીએ.
અમારી આ સમસ્યાને ગંભીરતાથી લઈને આપ સાહેબશ્રી અમને યોગ્ય સાથ સહકાર આપીને તેનો યોગ્ય નિરાકરણ થઈ શકે એવી અમારી નમ્રતાપૂર્ણ પ્રાર્થના...

લી.
તીર્થંકર મહાવીર વિદ્યા મંદિર
વીરાયતન - પાલિતાણા
+17 photos
Was this information helpful?
No (0)
Yes (0)
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit

    Contact Information

    Palitana
    Gujarat
    India
    File a Complaint