Address: | ડેપો મેનેજર શ્રી ચાણસ્મા |
હું એક ભારતીય નાગરિક છું
આ સંપૂર્ણ બનાવ તા 7/2/2023 નો હું કહી રહ્યો છું. હું ચાણસ્મા થી બેચરાજી વાયા મનિયરી આપડાઉન કરું છું જે બસ નંબર GJ18Z 4465 che jena કંડકટર હર્ષદભાઈ અને ડ્રાઈવર કનુભાઈ છે તેઓ પૈકી ડ્રાઇવર કનુભાઈ ખુબજ રફ બસ ચલાવે છે નથી ખાડા જોતા કે નથી બમ્પ જોતા અને કંડકટર ટકોર કરે તો તેઓ ની સાથે પણ લડવા બેસી જાય છે અને સ્થળ પર પહોંચવા માં મોડું થઈ જાય છે કનુભાઈ જ્યારે બસ ચલાવતા હોય ત્યારે એવું લાગે છે કે જીવ નું જોખમ લઈ ને બેઠા હોઈએ કોઈક વાર તો અકસ્માત થતાં થતાં પણ રહી જાય છે સુ કનુભાઈ ના આ રીત ના ડ્રાઇવિંગ માં મુસાફરો ને કઈ પણ અઘટિત બનાવ બની જાય તો મુસાફરો માટે જવાબદાર વ્યક્તિ કોણ?
સરકાર શ્રી દ્વારા બસ ની અંદર બોર્ડ લાગવા માં આવેલ છે બસ માં ધૂમ્રપાન કરવું નહિ સુ આ નિયમ ફક્ત મુસાફરો માટે જ છે ડ્રાઇવર માટે નઈ?
કનુભાઈ ડ્રાઇવર બસ ચલાવતી વખતે ખુબ j સ્મોકિંગ કરે એક્ટિવ સ્મોકિંગ કરતા પેસીવ સ્મોકિંગ ની અસર વધારે થાય સુ કનુભાઈ આ વાત થી વાકેફ નથી? અને જો વાકેફ હોય અને છતાં પણ સ્મોકિંગ કરતા હોય તો પ્રજા ના હિત સાથે ચેડાં નથી?
મે પોતે(મુસાફર) આજે કનુભાઈ ડ્રાઇવર બસ ચલાવતા હતા ત્યારે અકસ્માત થતાં થતાં રહી ગયો તો કીધું કનુભાઈ બસ શાંતિ થી ચલાવો તો મને પણ એવો જવાબ આપેલો કે તું બસ ચલાઇ લે હું તારી જગ્યા e બેસું તદુપરાંત મે કિધેલ કે સ્મોકિંગ પછી કરજો બસ માં શ્વાસ લેવા માં તકલીફ પડે છે તો મને એવો જવાબ આપ્યો કે સ્મોકિંગ તો ચાલુ જ રેશે તારા થી થાય એ કરી લે તું મને કેનારો કોણ અને ના બોલવા ની ગાળો બોલ્યા છે મને આમ કંડકટર નો કોઈ જ ગુનો નથી જો કંડકટર વચ્ચે પડે કે કઈ કે તો એમની સાથે લડવા આવી જાય છે
સુ મુસાફરી દરમિયાન મુસાફરો નું કોઈ માન સન્માન હોતું નથી?
આ ડ્રાઇવર ના વર્તન આપ ડેપો મેનેજર શ્રી ના ધ્યાને આવે અને આપશ્રી જનહિત માં કોઈ નિર્ણય લો તેવી મુસાફરો ને અપેક્ષા.
અપેક્ષા સહ
ભારતીય નાગરિક મુસાફર
Was this information helpful? |
Post your Comment