Address: | Kheda, Gujarat, 387001 |
મીત્રો શું આપ કેબલ ટીવી જીટીપીએલ નું ધરાવો છો?
તો આ સંદેશ આપના માટેજ છે
આજ તા.૨.૨.૧૯ થી જીટીપીએલ વાળા ઓ એ ટ્રાઇ (ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડીયા) ના નિયમ અનુસાર નવિ પેકેજ સિસ્ટમ લાગુ કરી છે
જે કેહવા ખાતર ટ્રાઇ ના નિયમ અનુસાર છે પણ હકિકત માં તો જીટીપીએલ તો પોતાનીજ મનમાની કરી રહ્યુ છે
કઇ રીતે ? આવો સમજીએ
ટ્રાઇ ના નિયમ અનુસાર
રુપીયા ૧૩૦ + GST=૧૫૩ માં કુલ ૧૦૦ ફ્રિ ટુ એર ચેનલ આવશે જેમા દુરદર્શન DD ની ૨૫ અને બાકી GTPL અને લોકલ મળી કુલ ૫૦ જેવી ચેનલ ફરજીયાત છે અને બાકીની ૫૦ માંથી ગ્રાહક પસંદ કરી શકસે...તથા જો વધારાની ફ્રિ ટુ એર ચેનલો જોવી હોય તો દર ૨૫ ચેનલે ૨૦ રુપીયા + GST લાગસે તથા બાકીની જે પે ચેનલો છે તેમાથી પસંદ કર્યા મુજબ પૈસા ચુકવ્વા ના રહેશે જેના ઉપર GST લાગસે (આ સરકારી નીતી વાળો નીયમ આપણે સમજ્યા)
હવે સમજીએ જીટીપીએલ ની મનમાની
*રુપીયા ૧૩૦ + GST=૧૫૩ માં કુલ ૧૦૦ ફ્રિ ટુ એર ચેનલ આવશે જેમા દુરદર્શન DD ની ૨૫ અને બાકી GTPL અને લોકલ મળી કુલ ૫૦ જેવી ચેનલ ફરજીયાત છે અને બાકીની ૫૦ માંથી ગ્રાહક પસંદ કરી શકસે નહી જે જીટીપીએલ આપશે તેજ આવશે... તથા જો વધારાની ફ્રિ ટુ એર ચેનલો જોવી હોય તો દર ૨૫ ચેનલે ૨૦ રુપીયા + GST લાગસે તથા બાકીની જે પે ચેનલો છે તેમાથી પસંદ કર્યા મુજબ પૈસા ચુકવ્વા ના રહેશે એટલેકે દર ૨૫ ચેનલે ૨૦ રુપીયા+GST+તે ચેનલનો ચાર્જ લાગસે
સમજાયુ મિત્રો...આ રીતે રુપીયા ૧૩૦ + GST=૧૫૩ માં જે જીટીપીએલ કહે તે આપણે જોવાનુ જે સરકાર અને ટ્રાઇ નાં નીયમ નો ઉલ્લંઘન છે
ટ્રાઇ નાં નીયમ મુજબ ગ્રાહક તેજ ચેનલ નાં પૈસા આપશે જે તે જોવા માંગે છે નહી કે ઓપરેટર ની મરજી મુજબની ચેનલો માટે
અને આ ૨૦ રુપીયા દર ૨૫ ફ્રિ ટુ એર માટે હતા ...પણ જીટીપીએલ ની લુચ્ચાઇ જુઓ પે ચેનલો ઉપર પણ ૨૦ રુપીયા વસુલવા માંડયા
અને ઘણી જગ્યાએ તો કેબલ ઓપરેટર GTPL નાં બનાવેલા આખા પેકેજ પસંદ કરવા ગ્રાહક ને દબાણ કરે છે ...કહેછે "૧...૧ ચેનલ પસંદ કરશો એમ નહી થાય"
મિત્રો...ટ્રાઇ નાં ચેરમેન ખુદ કહે છે કે તેઓ એ આ નવિ નિતી નિયમો ગ્રાહક હિત ને ધ્યાને રાખીને બનાવેલ છે જેથી નકામી લાગુ ન પડતી ચેનલ ગ્રાહક ને પરાણે ન ચોટાડવામાં ન આવે અને ગ્રાહક ને જે જોવી હોય તે જોય શકે
પરંતુ હાલ જીટીપીએલ જે રીતે પોતાના પેકેજ લેવા ગ્રાહક ને દબાણ કરે છે તે કઇ રીતે યોગ્ય ઠેરવી શકાય?
તો ટ્રાઇ ના નિયમનો શું અર્થ? કારણ કે પેકેજ તો પહેલા પણ હતા અને હવે તો અેનાથી પણ મોંઘા બન્યા છે
આ બાબતે આવો આપણે સૌ એક થઇને આ નીતીનો વિરોધ કરીએ અને ટ્રાઇ નાં નિયમ મુજબ ૧૦૦ ફ્રિ ચેનલ માંથી ચેનલ પસંદ કરવાનો આપણો હ્ક્ક માંગીએ તથા રુ. ૨૦ ચાર્જ દર ૨૫ પેઇ ચેનલ ઉપર નો વિરોધ કરીએ
અેકતા ની શક્તિ થી બધુજ શક્ય છે આવો સાથે મળી જીટીપીએલ નાં નોડલ અોફિસર ને આ બાબતે ફરીયાદ કરીએ
Was this information helpful?
Post your Comment