સવિનય સાથે જણાવવાનું કે હું વિશાલ એન સોની (સાકરીયા ગામ વતી), ગામે મોજે- સાકરીયા, તા- મોડાસા, જિ- અરવલ્લીનાઓની આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે,
અમારું ગામ મોડાસાથી માલપુર રોડ પર મોડાસાથી માત્ર પાંચ કિલોમીટર અંતરે હાઇવે પર આવેલ છે. અમારા વિસ્તારમાં અવાર નવાર આપની મોડાસા જી ઇ બી ધ્વારા મંગળવારે સવારે ૭ થી ૨ વાગ્યા સુધીનો વીજ કાપ છેલ્લા ઘણાય સમયથી લેવામાં આવે છે. એ વીજ કાપ એટલા માટે લેવામાં આવતો હોય છે કે ચોમાસામાં વિજ ગ્રાહકોને લાઇટ બંધ થઇ જવાની ઘટના જે બનતી હોય છે તે ન બને, વીજ કાપની અંદર તમો જી ઇ બી ના કર્મચારીઓ વીજ લાઇન પસાર થતી હોય ત્યાંથી ઉનાળા દર્મ્યાન એટલે ચોમાસું આવતા પહેલાં વૃક્ષની વધેલી ડાળીઓ કાપવાની તથા વીજ લાઇનનું સમારકામ કરવા માટે ઉનાળાના ઘણા કલાકો વીજ કાપ લેતાં હોય છે.. એ સર્વેંને ખબર છે.
છતાં પણ ચોમાસાની સીઝનની શરૂઆત થતાં, સામાન્ય વરસાદ પડ્યો હોય, વરસાદના છાંટા પડ્યા હોય અને તરત જ લાઇટ બંધ થઇ જાય છે. તો તમારા કર્મચારીઓ ધ્વારા વીજ લાઇનનું સમારકામ ખરેખર સમારકામ કરવામાં આવે છે કે નહી તે પ્રશ્ન ઉપસ્થિત થઇ પડેલ છે. ખરેખર વીજ લાઇનનું સમારકામ કર્યા પછી માની લઇએ કે સાંબેલાધર વરસાદ કે આભ ફાટ્યાની ઘટના થાય અને સબ સ્ટેશનથી લાઇટ બંધ કરવામાં આવે એ અલગ બાબત છે પણ હજી તો વરસાદ પડ્યો પણ ન હોય અને વીજ લાઇનમાં કંઇ ને કંઇ પ્રોબ્લેમ થતાં હોય છે એ યોગ્ય નથી... એટલે તમો સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી છે કે અમારું ગામ હાઇવે પરનું અને મોડાસા શહેરથી માત્ર પાચ કિમીના અંતરે અને છેક અમારા ગામ સુધી સીટી એરીયા ડેવલોપ થયેલ છે એટલે રસ્તા પર વૃક્ષો પણ બિલકુલ ઓછાં હોવા છતાં લાઇટ વારંવાર બંધ થઇ જાય છે.. તથા અમારા ગામથી નજીક મોડાસા શહેર આવેલ છે, તે શહેરમાં ગમે તેટલો ધોધમાર વરસાદ પડવા છતાં પણ ત્યાં લાઇટ જતું નથી. અમારું ગામ જ્યોતીગ્રામ ની અંદર સમાવેશ થયેલ છે. સીટી એરિયામાં અને ગ્રામ્ય એરિયામાં જીઇબીના થાંભલા પર ચિનાઇ માટીના સાધનો જે વાપરો છો તે પણ સરખા હોય છે.. છતાં પણ ગ્રામ્ય લેવલે તમારા કર્માચારી ધ્વારા એવું કહેવામાં આવે છે કે તેની અંદર પાણી ઉતરે એટલે લાઇટ બંધ થઇ જાય એ સીટીમાં ગમે તેટલો વરસાદ પડે તે થતું નથી. એટલે વિનંતી છે કે વારંવાર લાઇટ બંધ થઇ જતી હોવાના કારણે માનસિક હેરાન થવાય છે, તો આનું નિરાકરણ જલ્દી લઇ આપવા વિનંતી છે. લિ- વિશાલ એન સોની, મો- ૯૮૯૮૦૪૪૧૬૧, ૬૩૫૨૫૬૪૯૯૨
UGVCL customer support has been notified about the posted complaint.