| Address: Kheda, Gujarat, 387001 |
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ
નડિયાદ વિભાગ,
પ્રિય સાહેબ શ્રી ને જણાવવાનું કે નડિયાદ થી સુરત ની આગળ કોઈ પણ બસ જતી નથી. એની લીધે કેટલાય મુસાફરો ને રજડવું પડે છે. બિચારા ઘરડા લોકો ને પણ આનો સામનો કરવો પડે છે. અમે કૉલેજ ના ૨૫ બાળકો ને અપ ડાઉન માં પણ બહુ તકલીફ પડે છે. જુવો મોડાસા તો નડિયાદ થી વસ્તી અને વિસ્તાર બંને માં નાનું છે તો પણ મોડાસા થી સુરત ની આગળ જવા માટે કેટલીય બસો છે.
નડિયાદ થી નીચેના શહેરો માં જવા માટે એક પણ બસ નથી.
નવસારી, વલસાડ, વાપી, સેલવાસ, બગદાણા, રાજુલા, સાપુતારા, મુન્દ્રા, બીલીમોરા, ધરમપુર, ઉમરગામ, ચીખલી, તળાજા, પાલીતાણા, મહુવા, ઓખા, માંડવી, માતા નો મઢ, દીવ,... વગેરે...
નડિયાદ થી નીચેના શહેરો માં જવા માટે ફક્ત એક જ બસ છે.
ભાવનગર, સંતરામપુર, પોરબંદર, નખત્રાણા, રાપર, આહવા, વાંસદા, સોનગઢ... વગેરે...
જુવો તમારે બસ નવી ચાલુ ના કરવી હોય તો તારાપુર ચોકડી પરથી જેટલી પણ બસ જાય છે એ વાયા નડિયાદ થઈ ને જવા દો કા તો અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી જે પણ બસ જાય છે એ વાયા નડિયાદ થઈ ને જવા દો.
પ્લીઝ પ્લીઝ...
અરે યાર તમે લોકો નડિયાદ ના બસ સ્ટેન્ડ માં જઈ ને જુવો ક કેટલાય લોકો ૩ - ૪ કલાકો સુધી બેસી રહે છે
બસ ની રાહ જોઈ ને કે એક જ બસ છે જો જતી રહસે તો સુ થશે એમ..
હવે તો તારાપુર બગોદરા હાઈવે પર પુલ ખરાબ હાલત માં હોવાથી બધી બસો વાયા નડિયાદ હાઈવે પરથી જાય છે પણ નડિયાદ શહેર માં જતી નથી. હવે તો બસ ખાલી હાઈવે પરથી અંદર શહેર માં લઇ જવાની છે તો પણ તમે આવું કરો છો.
અને બસ શહેર માં લાવવામાં જો ડીઝલ વપરાતું હોય તો હું એના પૈસા આપી દવ પણ તમે લોકો બીજા મધ્યમ વર્ગ ના લોકો ને આમ તેમ રખડાવસો નઈ.
હું વિનંતી કરું છું પ્લીઝ
લિ. રમેશ પટેલ
આપનો વિશ્વાસુ
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Dec 27, 2018
Updated by Rohan Suthar આપનો વિશ્વાસુ
લિ. રોહન સુથાર