નમસ્કાર,
જય ભારત સાથે આપ સાહેબ શ્રી ને જણાવ વાનું કે ખેડા ડેપો માંથી સાંજ ના સમયે 6:30 કલાકે ઉપડતી નાઈટ ની ખેડા _પેટલાદ બસ વાયા રતનપુર, રધવાનાજ, ઊંઢેલા, અલીન્દ્રા, હેરાંજ, ખંધાલી, નંદોલી, ભડકડ, Dabhou. મલાતજ, કાસોર, પીપળાવ, પાલજ થઈ પેટલાદ પહોંચે છે. વહેલી સવારે 5:00 પેટલાદ થી ઉપડી ખેડા જવા માટે ઉપર દર્શાવેલ તમામ ગામ માંથી આ બસ પસાર થઇ ખેડા પહોંચે છે. આ અંતરિયાળ ગામડા ઓમાં વહેલી સવારે ખેડા જવા માટે આ એક જ બસ છે. જેના થકી આ દર્શાવેલ ગામડા નાં લોકો અમદાવાદ તથા ગાંધીનગર જવા માટે આ બસ નો ઉપયોગ કરે છે.
આપ સાહેબ ને જણાવ વાનું કે છેલ્લા દસ દિવસથી ખેડા ડેપો દ્વારા આ રૂટ મનસ્વી રીતે કેન્સલ કરી દેવામાં આવે છે અધિકારી કે વહીવટ કર્તા ઓને પૂછવામાં આવે તો કહે છે કે ડ્રાઈવર નથી કન્ડક્ટર નથી એવા બહાના કઢવમાં આવે છે. પાછલા સાત દિવસ મા ત્રણ દિવસ આ બસ કોઈ કારણ વગર કેન્સલ કરી દેવામાં આવી છે. તા-23/4/2022શનિવાર. 27/4/2022બુધવાર. તા, 29/4/2022 શુક્રવાર આ ત્રણેય દિવસ ના રોજ આ બસ કેન્સલ કરી દેવામાં આવી છે. ડેઇલી પાસ હોલ્ડર વાળા તથા આ રૂટ ઉપર આવેલ દરેક ગામડા ના લોકો હેરાન થાય છે.. માટે આ બસ મહેરબાની કરી ને કેન્સલ કરસો નહિ અને નિયમિત ચાલુ રાખવા વિનંતી. આ બસ રૂટ મા આવક ઓછી આવતી હોય તો દિવસ મા ઍક ટ્રીપ ખેડા થી અમદાવાદ થી ખંભાત મારવા વિનંતી. અને સાંજે નાઈટ ની બસ ખેડા, પેટલાદ ચાલુ રાખવી.
આપ સાહેબ શ્રી નમ્ર વિનંતી કે આ નાઈટ ની બસ ખેડા_પેટલાદ ચાલુ રાખવી. બસ એજ. જય ભારત.
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.