આદરણીય સર / મેડમ,
ઉપર જણાવેલ વિષય મુજબ, હું, અમિત કલ્યાણી, ગઈકાલે એટલે કે તા.૧૨/૦૯/૨૦૨૧ ના રોજ અમદાવાદથી વાંકાનેર જતી બસ નંબર GJ-18-Z-5977 માં મુસાફરી કરી હતી. મેં મારી યાત્રા નહેરુ નગરથી સાંજે 4 વાગ્યે શરૂ કરી હતી. તે પછી, બગોદરા બસ સ્ટોપ પર બસે 15 મિનિટનો વિરામ લીધો હતો. ખરેખર, બસ 15 મિનિટ પછી શરૂ થવી જોઈએ તેના બદલે બસ ડ્રાઈવર કેટલાક મુસાફરોની રાહ જોઈ રહ્યા હતા અને તે સ્ટાફના સભ્યો હતા તે પછી જાણવા મળ્યું. અમુક પેસેન્જરો દ્વારા મોડું થતું હોવાથી પુછવામાં આવ્યું તો ડ્રાઈવરશ્રીએ કહ્યું કે, અમુક પેસેન્જર આવે છે અને આ છેલ્લી બસ છે વાંકાનેર જવા માટે થઇ ને. તેથી, તે તેમની રાહ જોતા હતા. તેથી, હું જાણવા માંગુ છું કે આવી રીતે સ્ટાફના સભ્યોની રાહ જોઈને સામાન્ય મુસાફરોનો સમય બગડે તો કશો વાંધો નહિ?. સામાન્ય મુસાફરો જયારે મુસાફરી કરતા હોય અને કહે કે પાંચ મિનીટ માં બીજા પેસેન્જર આવે છે તો આવી જ રીતે રાહ જુવો છો? શું GSRTC દ્વારા અન્ય સામાન્ય મુસાફરોને સમાન સુવિધા આપવામાં આવી છે? હું ૨૦૦૪ થી અપ-ડાઉન કરું છુ પરંતુ મેં ક્યારેય એ જોયું નથી. આ ઉપરાંત મેં એમને પુછ્યું કે, તમારી બસ કંડકટર વગરની છે તો તેમાં બહાર કાચ ઉપર લખેલ હોય કે આ “આ બસ કંડકટર વગરની છે અને ડ્રાઇવર પાસેથી ટીકીટ લેવી”. એ પણ મુસાફરી દરમ્યાન લખેલ ન હતું. તેમજ આ રીતે તમે ઉભી રાખી ના શકો. તેમને(ડ્રાઈવરશ્રીએ) એવું કહ્યું કે, તો તમે ફરિયાદ કરો જેથી ઉપરના અધિકારીને વાસ્તવિક સમસ્યા ખબર પડે. જેથી હું એ પણ જાણવા માંગું છુ કે, આ મુસાફરી દરમ્યાન ખરેખર કંડકટર એલોકેટ કરેલ હતો કે નહિ?
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.