માનનીય સાહેબ શ્રી,
જય ભારત સાથે જણાવવાનું કે હાલોલ, તાલુકો- હાલોલ, જિલ્લો- પંચમહાલ ના બસ સ્ટેશનની અંદર છેલ્લા કેટલાય સમયથી સફાઈ બરાબર થતી નથી, બસ સ્ટેશનની બાજુમાં આવેલ ટોઈલેટની પણ બરાબર સફાઈ થતી નથી, જેથી બસ સ્ટેશનમાં બેસીએ ત્યારે ટોયલેટ માંથી દૂર સુધી દુર્ગંધ આવે છે.તેમજ ગોધરા અને ગોધરા તરફ જતી બસોના સ્ટેશનની બાજુમાં કચરા નો મોટો ઢગલો છેલ્લા કેટલાય સમયથી ત્યાં છે જેનો નિકાલ થતો નથી, જેના કારણે ત્યાં ઉભેલા પેસેન્જરોને તકલીફ પડે છે, જે કચરાના ઢગલા નો ફોટો પણ નીચે મુકેલ છે, તે જોઈ લેવા વિનંતી છે. આપ શ્રી ને વિનંતી છે કે હાલોલ બસ સ્ટેન્ડ ની રોજેરોજ સફાઈ થતી રહે તેમજ કચરાનો પણ નિકાલ થતો રહે એવી આશા રાખું છું.
આપનો વિશ્વાસુ
એક જાગૃત નાગરિક,
હાલોલ.
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.