જય ભારત સહ આપ સાહેબ શ્રી ને બાવળા બસ ડેપો વિશે નીચે મુજબ ની બે ફરીયાદ નીચે મુજબ છે.
(૧) બાવળા ડેપોમાં ૬:૪૫ એ સવારે અમદાવાદ માટેની બસ જાય છે, એ પછી ૬:૪૫ થી ૮:૦૦ વાગ્યા સુધી અમદાવાદ જવા માટેની બાવળા ડેપોની એક પણ બસ મુકવામાં આવતી નથી. પહેલા ગણપતીપુરા ની બસ ૭:૦૦ વાગ્યે મળતી. તે બસ પણ છેલ્લા એક મહિનાથી સ્ટાફ નથી નું બહાનું કાઢીને બંધ કરી દેવામાં આવી છે.
સવારે ૭:૦૦ થી ૮:૦૦ દરમ્યાન શાળા, કોલેજ જનાર વિધ્યાર્થીઓ તથા રોજ બરોજ અપ-ડાઉન કરતા નોકરીઆત વર્ગના લોકો ને છેલ્લા એક મહિનાથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સમયગાળા દરમ્યાન ધોળકા ડેપોની એક બસ આવે છે, તેમાં પણ પેસેંજર સમાઇ સકતા નથી, એટલી બહોળી ભીડ સવાર માં હોય છે.
વારંવાર મૌખીક રજૂઆતો કરવા છતાં બાવળા બસ ડેપોનું તંત્ર આંખ આડા કાન કરે છે.
આ અનુસંધાને આપ સાહેબ શ્રી સવારે ૭:૦૦ થી ૭:૩૦ વચ્ચે એક કે બે બસ અમદાવાદ માટે મુકાવવા નમ્ર વિનંતી.
(૨) મેઘરજ-બાવળા ની બાવળા ડેપોની બસ સાંંજે ૭:૧૫ થી ૭:૪૫ દરમ્યાન ગીતામંદિર ડેપો પર આવે છે.
આ બસ અમદાવાદ થી બાવળા વાયા ધોળકા લાવવામાં આવે છે. આ સમયગાળા માં ધોળકાની ૩ થી ૪ લોકલ બસ આવે છે, જેના લીધે તેમાં ધોળકા જનાર માંડ કોઇ પેસેંજર બેસે છે, અને એ બસ ધોળકાથી પણ ખાલી જેવી જ બાવળા પરત આવે છે. નિગમને ડીઝલ નો ખર્ચ પણ એ ટ્રીપનો માંડ નિકળતો હોય એમ પણ નથી લાગતું.
તો આ બસ ને અમદાવાદ થી બાવળા કરવામાં આવે તેવી આપ સાહેબ શ્રી ને અરજ છે.
અપનો વિશ્વાસુ,
સી.બી.વાણીયા
મો.: ૯૯૦૯૩૮૦૦૭૪
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Mail id. [protected]@gmail.com
Mo.no[protected] tickets attached please check and revart my refund
Best Regard
Hitesh Vaidya